Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયરા દુષ્કર્મ કેસ : મુખ્ય આરોપીના નાર્કો એનાલિસિસ ટેસ્ટની મોડાસા કોર્ટની મંજૂરી
મોડાસાના સાયરા (અમરાપુર) 19 વર્ષીય યુવતીના અપહરણ , ગેંગરેપ અને હત્યા કેસના મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કો એનાલિસિસ ટેસ્ટની મોડાસા કોર્ટે મંજૂરી આપી દીધી છે આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલીસીસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરી હતી.જેની આજે 11 માર્ચ સુનાવણી હાથ ધરાતા નામદાર કોર્ટ બિમલ ભરવાડ ના નાર્કો એનાલીસીસ ટેસ્ટ માટે મંજૂરી આપી હતી જેને પગલે સીઆઇડી ક્રાઇમની ટીમે બિમલ ભરવાડનો નાર્કો એનાલીસીસ ટેસ્ટ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ CID ક્રાઇમના ડીઆઇજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વિરેન્દ્ર યાદવ ,DYSP અશ્વિન પટેલ સહિતની ટીમ કરી રહી છે.
કોર્ટમાં ત્રણેય આરોપીના રેગ્યુલર જામીન અંગે આજે સુનાવણી
આરોપીઓના રેગ્યુલર જામીનનો ચુકાદો અનામત
સાયરા દુષ્કર્મ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી હતી આ કેસને બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે આ કેસના આરોપીઓ બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી.જેના પર કોર્ટ 5 માર્ચે સુનાવણી હાથ ધર્યા પછી મુદત આપી જામીન અંગે આજે સુનાવણી કરી હતી આ સુનાવણી દરમિયાન પીડિતા પરિવારના વકીલે એફીડેવીટ દાખલ કરી આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી તેમજ તપાસનીસ અધિકારીની એફીડીવીટને પગલે કોર્ટે બંન્ને આરોપીઓના જામીનનો ચુકાદો અનામત રાખ્યો હતો જેની સુનાવણી ગુરુવારે કરાશે.
ત્રણેય આરોપી હાલ સબ જયુડીશિયલ કસ્ટડીમાં
પીડીત પરિવારના વકીલ કેવલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર આ ચકચારી કેસમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં ત્રણ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું આ કેસનો આરોપી સતીશ ભરવાડ પોલીસ પકડથી દૂર છે જ્યારે ઝડપાયેલા ત્રણેય આરોપી હાલ સબ જયુડીશિયલ કસ્ટડીમાં છે