જૂનાગઢમાં રાધારમણ દેવ ટ્રસ્ટની ચુંટણી રવિવારના રોજ યોજાઇ હતી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં રાધારમણ દેવ ટ્રસ્ટની ચુંટણી રવિવારના રોજ યોજાઇ હતી. જેમાં પત્રકારો, ચેનલના પ્રેસ રિપોર્ટર રીપોટીંગ કરતા હતા. ત્યારે પોલીસ ખાતા દ્વારા રીપોટીંગ કરતી અટકાવી અને રિપોર્ટર તથા કેમેરા મેનને ધક્કો મારી બેફામ લાકડીઓ ફટકારી અને કેમેરાને મોટું નુકસાન કરવામાં આવ્યું હતું. જેઇ લઇ સોમવારે થરાદ પ્રેસ કલબ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને દેશની ચોથી જાગીરને દબાવા માટેનું આવું હીનકૃત્ય ન થાય તેવી તકેદારી રાખીને સરકાર દ્વારા જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે થરાદ પ્રેસ કલબ અને વિવિધ સેવાકીય સંગઠનના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું.

પત્રકાર ઉપર થયેલા હુમલાના સમર્થનમાં ભીમ સેના પ્રમુખ બાબુલાલ ભાટિયા,મહાકાલ સેનાના જિલ્લાના ઉપપ્રમુખ સજયસિંહ રાજપૂત,શિવસેનાના કનકસિંહ રાજપૂત,પાલિકા સદસ્ય રમેશભાઇ રાજપૂત,કોંગ્રેસના મહામંત્રી થરાદ તાલુકાના તુલસીભાઈ ધુમાડા સહિત અગ્રણીઓમાં સાગરભાઇ વ્યાસ અને રાજુભાઇ રાઠોડ હાજર રહી આવેદનપત્ર આપી કસૂરવાર પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...