તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામ નજીક વસઇ ગામ જતા રોડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામ નજીક વસઇ ગામ જતા રોડ પર લગ્નમાંથી પરત આવી રહેલા પાંચ યુવાનોની કાર આગળ અચાનક વચ્ચે ગાય અાવી જતા તેને બચાવવા જતાં કાર પલટી ખાઈ ગઈ હતી .તેમાં પાંચ જણને તાત્કાલીક 108 ની મદદ તમામ ધારપુર ખસેડ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થયું હતું. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કંબોઈ ગામે યુવાનના લગ્ન પ્રસંગ હોઇ કંબોઇ ગામથી વસઇ ગામ જાન ગઇ હતી.અા લગ્નમાં તેના ભાઈ અમદાવાદથી વસાઇ ગામે જાનમાં આવેલા હતા ત્યારે બપોરે ભોજન લીધા બાદ પાંચ યુવાન અાઇટેન્વટી કાર લઇ પરત અમદાવાદ નીકળ્યા હતા ત્યારે વસઈ અને ગંગેટ વચ્ચે એક ગાય અચાનક વચ્ચે આવી જતા ગાડી પરનો કાબુ ગુમાવી દેતા કાર સાઈડમાં રોડની ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી.ત્યારે ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલીક 108 ની મદદ લઇ તમામ ઇજાગ્રસ્તોને ધારપુર સિવિલમાં ખસેડાયા હતા.બીજા બધાને નાની મોટી ઇજાઓ થઇ હતી.

જ્યારે અજયસિંહ ને છાતીના ભાગે માથાના ભાગે ઇજાઓ થતાં સારવાર દરમ્યાન તેનું કરુણ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો