સમી : તાલુકા કક્ષાની આજકા એજ્યુ સ્ટાર સ્પર્ધા સમી મુકામે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : તાલુકા કક્ષાની આજકા એજ્યુ સ્ટાર સ્પર્ધા સમી મુકામે સંસ્કાર વિદ્યાલય ખાતે યોજાઇ હતી.જેમાં ઘઘાણા પ્રાથમિક શાળાના બાળકો પ્રથમ નંબરે વિજેતા થયા હતા.સમશેરપુરા પ્રા.શાળાના બાળકો દ્રિતિય નંબરે વિજેતા થયા હતા.જેમાં પાટણ ડાયટના પ્રાચાર્ય બીપી ચૌધરી,પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઇ નાડોદા, સમી તાલુકા વિકાસ અધિકારી,જય ભારત હાઇસ્કૂલ શૈલેન્દ્ર સિંહ સોઢા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરખાભાઈ રાઠોડ અને રામભાઈ ડોડએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...