તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં મહેસાણા રોડ પર આવેલી અરિહંતનગર સોસાયટીના રહીશો છેલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં મહેસાણા રોડ પર આવેલી અરિહંતનગર સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી ભરાઇ રહેવાની સમસ્યા ભોગવી રહ્યા છે. ત્યાં શનિવારે વરસાદને કારણે ગટર ચોકઅપ થઇ જતાં ગટરનું પાણી પાછું ઘરોમાં આવતાં દુર્ગંધથી રહીશો પરેશાન થઇ ઊઠ્યા હતા. જોકે, સાંજે પાલિકાએ ગટર સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

શહેરના મહેસાણા ચાર રસ્તા પરની અરિહંત સોસાયટીમાં 22 પરિવારો રહે છે. સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી ભરાઇ રહે છે. જે અંગે રજૂઆત બાદ પણ તંત્રએ કોઇ કાર્યવાહી કરી ન હતી. શનિવારે વહેલી સવારે પડેલા વરસાદ બાદ ગટર ચોકઅપ થઇ જતાં ગટરનું પાણી ઘરોમાં બેક મારતાં તેની દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જે અંગે ફરી રજૂઆત બાદ સાંજે પાલિકા દ્વારા જેસીબી વડે ગટરની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...