કેનાલ રિપેર કરી પાણી છોડવા કાસવી અને દૈયપ ગામના ખેડૂતોની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદના કાસવી અને વાવના દૈયપ ગામના ખેડૂતોએ ભેગા મળી મંગળવારે નર્મદાના અધિકારીઓને ચાર દિવસ પહેલા તૂટેલી કેનાલ રીપેર કરવા તેમજ દૈયપ માઇનોર-1 અને કાસવી માઇનોર-2માં પાણી છોડવા માંગ કરી છે. અને જો માંગ નહીં સંતોષાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ઉચ્ચારી આપી હતી.

દૈયપ ડીસ્ટ્રીક કાસવીની સીમમાં શનિવારે રાત્રે કેનાલમાં અંદાજીત 45 મીટરનું ગાબડું પડ્યું હતું. જે કેનાલ ચાર દિવસ વિતવા છતાં રીપેર થઇ ન હોવાથી તેમજ કેનાલમાં પાણી છોડાતું ન હોવાથી થરાદના કાસવી અને વાવના દૈયપ ગામના ખેડૂતો મંગળવારે નર્મદા અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કેનાલો રીપેર કરવા અને વહેલી તકે પાણી છોડવા બાબતે રજૂઆત કરી હતી. જે અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘તીડે રવિ પાકને નુકસાન કરતાં બીજી વખત જીરૂ, ઘઉંનું વાવેતર કરેલ છે. પરંતુ પાણી ન મળતાં પાક સુકાઇ રહ્યો છે. માટે તુરંત દૈયપ ડીસ્ટ્રીક કેનાલ રીપેર કરવા તેમજ દૈયપ માઇનોર-1 અને કાસવી માઇનોર-2 માં પાણી છોડવા માંગ કરી હતી. આ ઉપરાંત તાત્કાલિક માંગ નહીં સંતોષાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી આપી હતી.’

માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી

_photocaption_મંગળવારે નર્મદા અધિકારીઓને રજૂઆત કરી હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...