Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાયડની સરસ્વતી હાઇસ્કૂલ દ્વારા સંશાેધન કરવા રજિસ્ટ્રેશન કરાયું
બાયડના રસમાની સરસ્વતી વિદ્યાલયમાં પ્રોજેક્ટ student startup and innovation policy અંતર્ગત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મોડાસા દ્વારા રજીસ્ટ્રેશન થઇ લોકોની સેવા માટે તેમાં વધુ સંશોધન માટે રજીસ્ટ્રેશન કરાયું હતુ. જેમાં જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શરૂઆતમાં 5000નો ચેક gujcost અરવલ્લીના ઇન્ચાર્જ ગીરીશભાઈ વેકરીયા તથા સાયન્સ કોલેજ મોડાસાના પ્રિન્સિપાલ કનુભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયો હતો. તેમજ પ્રોજેક્ટની પેટન્ટ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવા અને આગળ સંશોધન માટે રૂપિયા ૨ લાખ સુધીની ગ્રાન્ટ આપવા માટે મંજુરી અાપી હતી.
પ્રિન્સિપાલ ઉન્મેશભાઈ બી.પટેલના માર્ગદર્શન નીચે તૈયાર કરાયેલ આ પ્રોજેક્ટ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે નામના મેળવી ચૂક્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં ખેડૂતોને ઘણી મોટી રાહત મળે તો નવાઈ નહીં તાલુકાની અંતરિયાળ વિસ્તારની નાનકડી શાળા જ્યારે આવા ઇનોવેટિવ આઇડિયાનો ઉપયોગ કરીને વિવિધ સાધનો બનાવી રહી છે.શાળા નું ગાૈરવ વધારવા બદલ પ્રિન્સીપાલ ઉન્મેશભાઈ બી.પટેલ તેમજ બાળ વૈજ્ઞાનિકોને માનવ પટેલ, હર્ષ પંચાલ,રફીકમિયા કુરેશી વગેરેને નવયુવક કેળવણી મંડળના ચેરમેન કાન્તિભાઈ પટેલ, કારોબારી સભ્યાે તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.