તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ CHCમાં રાત્રે ડોકટર હાજર નહીં રહેતા હોવાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામમાં આવેલી સી.એચ.સી.માં રાત્રીના સમયે ડોકટર હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે રાત્રીના સમયે આવતા દર્દીઓને પોતાની તપાસ કરાવવા માટે ડોક્ટરને શોધવા નીકળવું પડતું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આવા સમયે દવાખાનામાં હાજર અન્ય સ્ટાફ દ્વારા દવા કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

વડગામ સી.એચ.સી. હોસ્પિટલમાં રાત્રીના સમયે આવતા કેટલાય દર્દીઓને સંતોષકારક દવા અને સારવાર મળતી નથી અને ડોકટર પણ હાજર ન રહેવાથી તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાત્રી દરમ્યાન ફરજ પર ડોક્ટર કયારેક પોતાના ક્વાર્ટર જઇ આરામ ફરમાવે છે. દર્દી વારંવાર બોલાવવા જાય ત્યારે હોસ્પિટલમાં આવતા હોય છે અને આવીને દર્દીને શું થાય છે ? તેમ ઔપચારિક પૂછપરછ કરી પાલનપુર લઈ જાવો તેમ જણાવી દર્દીને પાલનપુર મોકલજતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે કેટલાય દર્દીઓએ વારંવાર ડોકટર હાજર ન હોવાની લેખિત રજૂઆતો પણ કરી છે. પરંતુ તંત્ર ધ્યાને લેતું નથી. જેને લઇ વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભગાવનસિંહ સોલંકીએ સી.એચ.સી.ના અધિક્ષક સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. રાત્રી સમયે હાજર ન રહેતા ડોકટર સામે કાર્યવાહી કરવા અને ડોકટર હોસ્પિટલમાં જ હાજર રહે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...