તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુઈગામથી રાજુ ઠાકોર,વાવથી રાણાજી વેઝિયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુઈગામથી રાજુ ઠાકોર,વાવથી રાણાજી વેઝિયા

ભારત દ્વારા મંગળવારે આતંકીઓ પર કરાયેલ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે પાકિસ્તાન નજીક આવેલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવની બોર્ડર પર સુરક્ષાના ભાગરૂપે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સીમાદર્શન બંધ કરી બોર્ડર એરિયા પર પાબંદી ફરમાવી દીધી છે.આ ઉપરાંત નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઈન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.સીમા સુરક્ષાદળ અને ગુપ્તચર એજન્સીઓ સર્તક બની ગઈ છે.

સોમવારે વહેલી સવારે વાયુદળ દ્વારા પાકિસ્તાનમાં ઘુસી મોટી તબાહી સર્જતાં હવે નવા જૂની ના એંધાણ છે,ત્યારે ભારત-પાક આંતરરાષ્ટ્રીય અનુસંધાન પાના નં-2

સીમા ધરાવતા બનાસકાંઠાના સરહદી સૂઇગામ વિસ્તારમાં સીમા પર જવાનો કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવા એલર્ટ છે,જોકે સૂત્રો ના જણાવ્યાનુસાર સરહદી વિસ્તાર માં એવી કોઈ હિલચાલ નથી,તેમ છતાં સુરક્ષા અને સલામતી ના ભાગરૂપે ઝીરો પોઇન્ટ પર સીમા દર્શન માટે આમ જનતા માટે પાબંધી કરવામાં આવી છે.અને પોલીસ,સુરક્ષા દળ અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા નોટિફાઇડ એરિયા ધરાવતા વાવ,સુઇગામ તાલુકામાં અજાણ્યા શખ્સો પર ચાંપતી નજર રાખી રહ્યા છે,નડાબેટ નજીક ટુરિઝમની કામગીરી અને ઝીરો પોઇન્ટ જતાં રસ્તાની કામગીરી બંધ કરાવી મજૂરોને પણ હટાવી લેવાની તજવીજ હાથ ધરી છે અને સાવચેતીના ભાગરૂપે બોર્ડર વિસ્તારમાં હાઈએલર્ટ ની અને સાવધાનની સ્થિતિમાં લશ્કર અને સુરક્ષા દળો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો