તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણછોડપુરા પ્રા. શાળામાં જે શિક્ષિકાને કારણે તાળાબંધી કરી હતી તેની ફરી નિમણૂંક કરાતા શાળાને તાળાંબંધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના રણછોડપુરાની પ્રાથમિક શાળાને જે શિક્ષિકાઅોની અનિયમિતતાને કારણે ગ્રામજનોઅે 6 મહિના અગાઉ તાળાબંધી કરી હતી. તે પૈકી અેક શિક્ષિકાને વધઘટના ધોરણે યોજાયેલ બદલી કેમ્પ બાદ મૂળ શાળામાં પરત મોકલવામાં અાવતા રોષે ભરાયેલ ગ્રામજનોઅે સોમવારના રોજ શાળાને ફરીથી તાળાબંધી કરી હતી. પરંતુ શિક્ષણાધિકારીના જણાવ્યાનુસાર તાળાબંધી અે ઉકેલ નથી શિક્ષકની કામગીરી બરોબર નહી હોય તો શિક્ષક વિરુદ્ધ પગલાં લેવાની હૈયાધારણ અાપતા ગ્રામજનો સંતુષ્ટ થયા છે.

વધઘટના કેમ્પ બાદ જે તે શિક્ષિકા સંગીતાબેન પટેલને પુન: રણછોડપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં મુકતા ગ્રામજનોમાં રોષ પેદા થયો હતો. શિક્ષિકાની વધઘટ કેમ્પમાં પુન: રણછોડપુરા શાળામાં પુન: મુકાતાં સોમવારે રણછોડપુરા પ્રા.શાળાને શાળા ખુલવાના સમયે ગ્રામજનો દ્વારા શાળાને તાળાં બંધી કરી અને શિક્ષિકાની બદલી કરવા માંગ કરવામાં આવી હતી.

ગ્રામજનોએ શાળાએ જઇ તાળાંબંધી કરી હતી. તસવીર-કાળુસિંહ રાઠોડ

ફરીથી શિક્ષિકાની બદલી થતાં તાળાંબંધી
ફરી વધઘટ કેમ્પ બાદ પુન ફરી તે જ શિક્ષિકા ને શાળા માં બદલી કરતાં અમારો વિરોધ છે અને અમે ગ્રામજનો દ્વારા કેમ્પના સ્થળે જઈ ને જિલ્લા શિક્ષણાઅધિકારીને રજુઆત પણ કરી હતી પરંતુ ફરીથી અહીં જ બદલી કરતાં અમે આજે શાળાને તાળાબંધી કરી છે. દુરસિંહ કેસરીસિંહ ચૌહાણ,ડેપ્યુટી સરપંચ રણછોડપુરા

ટેકનિકલ કારણોસર શાળામાં પરત મોકલાયા
આ અંગે ટી.કે. વાઘેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે જણાવ્યુ હતુ કે છઅે ક માસ અગાઉ ચાર શિક્ષિકાઅો પૈકી અા શિક્ષિકા બહેનનો અોર્ડર થયો ન હતો અને અન્ય ટેકનીકલ કારણોસર તેમને મૂળ શાળામાં પરત મોકલવામાં અાવ્યા છે અને તે બાબતે ગ્રામજનોને પણ સમજાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો