તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િશકારપુરા ખાતે રામનવમીનો ભવ્ય મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા : ભારતભરના આંજણા ચૌધરી સમાજના ગુરુગાદી શિકારપુરા ખાતે આવેલ છે. ત્યાં શ્રી શ્રી 1008 શ્રી રાજારામજી મહારાજનું મંદિર આવેલ છે. રામનવમીના દિવસે શ્રી રાજારામજી જયંતિ હોવાથી શિકારપુરા ધામે મેળો ભરાય છે. જેમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં આંજણા સમાજના લોકો ઉમટી પડતા હોય છે. આ મેળામાં આજુબાજુથી રાજસ્થાની નૃત્ય ગૈરની ટુકડીઓ આવતી હોય છે અને તેમાં પોતાના કરતબ બતાવતા હોય છે અને તેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ટુકડીને મંદિરના મહત શ્રી દયારામજી મહારાજ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. આ મંદિરે આંજણા સમાજ સિવાય પણ જોધપુર જીલ્લાના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...