તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીંટોઇ રામજીમંદિરમાં રામનવમી પર્વની ઊજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીંટોઇ:મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં અતિપ્રાચીન રામજીમંદિર ખાતે ટીંટોઇ ના રામ ભક્તોએ રામ નવમી પ્રસંગે પૂજા અર્ચના કરી રામ નવમીની ઊજવણી કરવામાં આવી હતી.જેને લઇ લોકોએ મોટી સંખ્યામાં ઉમટી ભગવાન શ્રી રામને હિંડોળે જુલાવી ધન્ય થાય હતા.જયારે શ્રી રામ ,સીતા અને લક્ષ્મણ ની પ્રતિમાને વિવિધ શણગારોથી સાજવામાં આવી હતી.આ પ્રસંગે મંદિરમાં ભજન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર પ્રસંગને સફળ બનાવવા મંદિરના ચેરમેનશ્રી ચંપાવત મયુરર્ધ્વજસિંહ અને કારોબારીના સભ્યો સોની કૌશિકભાઈ, સોની જયેશભાઇ, ચંપાવત અર્જુનસિંહ, ભાટિયા અશોકભાઈ, પટેલ દિનેશભાઇ, ભાટિયા વસંતભાઈ,સોની બીપીનભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...