12 મે સુધી બ.કાં.માં ભારે પવન સાથે વરસાદની વકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલટાયેલા વાતાવરણના કારણે શુક્રવારે પોણો ડિગ્રી જેટલો ગરમીનો પારો ઘટ્યો હતો. પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન કારણે ગરમી જાણે ગાયબ જ થઇ ગઇ હોય તેવો અનુભવ થયો હતો. સવારે અને સાંજનું વાતાવરણ આલ્હાદક બન્યું હતું. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.12 મેને સવારે 8.30 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે પવન વચ્ચે વરસાદ વરસશે તેમજ મહેસાણા અને પાટણ જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણાનું 37.9(-0.5), પાટણનું તાપમાન 37.3(-0.7), ડીસાનું તાપમાન 37.0(-0.8),ઇડરનું તાપમાન 37.6(-0.8),મોડાસાનું તાપમાન 37.9(-0.4) ડિગ્રી નોંધાયું હતું

20 દિવસ બાદ પારો 39 ડિગ્રીથી નીચે ગયો
એપ્રિલની 16 તારીખે ઉત્તર ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાંના કારણે 20 એપ્રિલ સુધી પારો 39.0 ડિગ્રીથી નીચે રહ્યો હતો. ત્યાર બાદ સતત પારો 41.0 ડિગ્રીને પાર રહ્યો હતો. 20 દિવસ બાદ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતને સ્પર્શતા સુપર એર સાઇક્લોનીક સરક્યુલેશનના કારણે ફરી વાતાવરણ પલટાયું છે અને પારો 39.0 ડિગ્રીથી નીચે આવ્યો છે.

વાવાઝોડાની આગાહીને ક્વાર્ટર ના છોડવા સૂચના
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 10 મે થી 12 મે દરમ્યાન 30 કી. મીની ઝડપે પવન ફૂંકાવા, વીજળીના ચમકારા સહીત વીજળી પડવાની, અને વરસાદ પડવાની સંભાવના હોય આ સમય દરમ્યાન જે તે ગામના તલાટી સહીત અધિકારીઓને ગામમાં કોઇ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તાકીદ કરવામા આવી છે અને હવામાનની આગાહી હોય ત્રણ દિવસ દરમ્યાન તલાટી અને જવાબદાર અધિકારીઓએ પોતાના ક્વાર્ટર ના છોડવા અને એલર્ટ રહેવા માટે સૂચના આપવામા આવી છે .

અન્ય સમાચારો પણ છે...