તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુરમાં વઢિયાર ગોડાઉન પાસે સથવારાવાસ ખાતે ખટાવરા પરિવારના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં વઢિયાર ગોડાઉન પાસે સથવારાવાસ ખાતે ખટાવરા પરિવારના પિતૃમોક્ષ નિમિત્તે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી રાજકોટના કથાકાર શાસ્ત્રી વિનોદભાઈ એસ.ત્રિવેદીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું અને કથા અનુરૂપ પ્રસંગોની ઝાંખી કરાવી હતી. જેમાં ગોવર્ધન પર્વત, મટકીફોડ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો પ્રસ્તુત કરીને ભાવિકભક્તોની ભક્તિમય બનાવ્યા હતા. ભગવાનની જાન બળદગાડામાં મઠના શિવમંદિરથી કથાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની વિધિ કરી હતી. આ પ્રસંગે ભક્તોએ ભોજન પ્રસાદ સાથે લીધો.

અન્ય સમાચારો પણ છે...