વિજાપુરના રણાસણ ગામની પીટીસી પાસ યુવતીને નોકરીની લાલચ આપી

Vijapur News - ptc pass girl from ranasan village of vijapur gave a job lure 080021

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST

વિજાપુરના રણાસણ ગામની પીટીસી પાસ યુવતીને નોકરીની લાલચ આપી રૂ.ચાર લાખ પડાવી છેતરપિંડી કરનાર ગામના જ રાવલ યોગેશ રવિશંકરને વિજાપુરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એક વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ તેમજ રૂ.ચાર લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

રણાસણ ગામના પટેલ જ્યંતીભાઇ માધવલાલની પુત્રી કિંજલે પીટીસી કરેલું હોઇ નોકરીની શોધમાં હતા, તે સમયે ગામના યોગેશ રવિશંકર રાવલે ગાંધીનગરમાં મોટી ઓળખાણ હોવાનું કહી કિંજલને નોકરી માટે રૂ.4 લાખ આપ્યા હતા. ઘણો સમય થવા છતાં નોકરી નહીં અપાવતાં આપેલા નાણાં પરત માગતાં યોગેશ રાવલે આપેલા કોર્પોરેશન બેન્ક ઉધોગ ભવન ગાંધીનગર શાખાના રૂ.બે-બે લાખના બે ચેક પાછા ફરતાં તેમણે 2012માં ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ વિજાપુર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીજ્ઞેશકુમાર ભટ્ટની અદાલતમાં ચાલી જતાં યોગેશ રાવલને એક વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ તેમજ રૂ.ચાર લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે એ.સી. ગોસ્વામીએ દલીલો કરી હતી.

X
Vijapur News - ptc pass girl from ranasan village of vijapur gave a job lure 080021

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી