તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ઝાડ નીચે પ્રચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ગામેગામ પ્રચાર કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે. ભાજપ દ્વારા મોડાસા તાલુકાના 24 ગામડાઓમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ તાલુકાના વાંટડા કાલોલા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે જ બળબળતી ગરમીમાં ગ્રામજનોનો સંપર્ક કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉમેદવારની સાથે રહેલા ભાજપના પદાધિકારીઓ પણ પીપળાના વૃક્ષનો આશરો લઇ ઘડીક થાક ઉતારવા પ્રયત્ન કર્યો હતો.

મોડાસા| સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર પણ હવે આદિવાસી મતદારોને રીઝવવા કાળઝાર ગરમીમાં જ્યાં જગા મળી ત્યાં મતદારો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલની આગેવાનીમાં સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...