મોડાસાના કોટ વિસ્તારમાં પ્રાચીન મહેલની આસપાસ દબાણો ખડકાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા શહેરના કોટ વિસ્તારમાં આવેલા રાજા માનદાતાનો પ્રાચીન મહેલ નામશેષ થવાના આરે ઉભો છે. મહેલની આસપાસના વિસ્તારમાં લોકોએ રોકટોક વિના બાંધકામ કરી દબાણો ખડકી દેતા મહેલનું અસ્તિત્વ ખતમ કરી નાંખતા શહેરીજનોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. મહેલના અવશેષો તેમજ પ્રાચીન વાવો પણ દબાણોના કારણે લોકોના સ્વપ્ન સમાન થઇ યઇ છે.

પુરાતત્વ વિભાગ દ્વારા મહેલના અવશેષોની જાળવણી થાય અને કોટ વિસ્તારમાં આવેલા આ મહેલની ફરતે ફેન્સીંગ તારની વાડ મારવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે. મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલભાઇએ જણાવ્યું કે એક સમયે ઇડર સુધી પહોંચાય તેવો ભુગર્ભ માર્ગ હતો અને અતિપ્રાચીન વાવ પણ હતી. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે અને દબાણોના કારણે તેનું અસ્તિત્વ રહ્યું નથી. મહેલની પાસેના વિસ્તારમાં કબ્રસ્તાન આવેલું છે તે સરકારી રેકર્ડમાં છે ત્યાં આગળ હેતુ ફેર કરી બાંધકામ થઇ રહ્યું હોવાની બુમ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...