તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર નગરપાલિકામાં સોમવારે મળેલી બજેટ બેઠકમાં પ્રમુખ સૂર્યાબેન પટેલની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિજાપુર નગરપાલિકામાં સોમવારે મળેલી બજેટ બેઠકમાં પ્રમુખ સૂર્યાબેન પટેલની અધ્યક્ષતામાં અને કારોબારી ચેરમેન પ્રકાશભાઇ સથવારાના પરામર્શમાં તૈયાર કરેલું વર્ષ 2019-20નું રૂ.32.19 કરોડનું બજેટ 20 વિરુદ્ધ 2 સભ્યોની બહુમતીથી મંજૂર કરાયું હતું. બજેટમાં રૂ.20.53 કરોડના ખર્ચ શહેરના મુખ્યમાર્ગો, ફૂટપાથ, પેવરબ્લોક, બગીચા, ટાઉનહોલ સહિતના વિકાસકામો માટે ફાળવાયા છે. જ્યારે વિવિધ મિલકતોની મરામત માટે રૂ.20 લાખ જેટલો ખર્ચ અંદાજાયો છે.

બેઠકમાં સીઓ જયેશભાઇ પટેલ તેમજ 28માંથી 22 સભ્યો હાજર રહ્યા હતા.પાલિકાએ તૈયાર કરેલા શોપિંગ સેન્ટરની ઉપજમાંથી સરકારની લૉન ભરપાઇ કરવાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના છ પૈકી બે સભ્યો સૈયદ સાહિસ્તાબાનું નુસરત જહાંસૈયદ બુખારીએ વિકાસના કામો તેમજ ઠરાવ 6,7 તેમજ દુકાન ભાડા હરાજી સ્ટેશનરી માટેના કામોને મંજૂરી આપી, બાકીના ઠરાવ ક્રમાંક 2 થી 4 સામે વિરોધ નોંધાવ્યો હતો. ગેરહાજર 6 સભ્યોમાં ત્રણ ભાજપના, અપક્ષના બે તેમજ કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો