તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં સોમનાથ મહાદેવ મંદિરનો શિવરાત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાની માણેકબા સોસાયટી પાસે નવા આકાર સાથે તૈયાર થયેલા મહાદેવના મંદિરનો શિવરાત્રિએ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી શ્રધ્ધાળુઓમાં બેવડી ખુશી ઉભી થઇ છે.

મોડાસાના રામપાર્ક પાસેના સ્વામિનારાયણ ભગવાનના મંદિર પાસે સોમનાથ મહાદેવના ટ્રસ્ટી પ્રમુખ રમણભાઇ જે. પ્રજાપતિ નગરપાલિકાના અધ્યક્ષ રૂપેશકુમાર બી. ઝાલા, ટ્રસ્ટી નિખિલકુમાર ચૌહાણ અને અમિતભાઇ પટેલે શહેરીજનોના સહકારથી ભવ્ય મંદિર આકૃતિ લેતાં તેનો પંચ કુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યજ્ઞ પ્રારંભ મહા વદ દશમને શુક્રવારથી થવાનો છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય બ્રીજેશભાઇ ડાહ્યાભાઇ ત્રિવેદી(યર્જુવેદી) ઉપસ્થિત રહી સોમનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહાસુદ તેરશ શિવરાત્રિએ તા.4 માર્ચ ને સોમવારે રાખવામાં અાવી છે. વિદ્વાન ચતુર્વૈદિય બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. શિવરાત્રિ નિમિત્તે સાંજે મહા પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હોવાથી મહોત્સવનો લાભ લેવા માટે આયોજક ટ્રસ્ટીઅો દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો