તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેપોળમાં કાળકા માતા-જહૂમાતા-જોગણી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | વડગામ તાલુકાના પેપોળ ગામમાં સમસ્ત અઠેચીયા પરિવાર દ્વારા કાળકા માતા, જહૂમાતા, જોગણી માતાજીના નવિન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બુધવારે આયોજન કર્યું છે. જેમાં પ્રથમ દિવસે પંચાંગ પુજન, મંગલાચરણ, મંડપ પ્રવેશ, દેવતાઓની પુજા, અગ્નિ સ્થાપન સહિતના કાર્યક્રમ કર્યા હતા. તેમજ ગુરુવારના રોજ પ્રાત: પૂજન, જલયાત્રા-શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા વિજય મુહૂર્ત, દેવતાઓનો હોમ, શ્રીફળ હોમ પૂર્ણાહૂતિ અને મહાઆરતી યોજાશે. ભોજનના દાતા કેશરસિંહ જેમલજી સોલંકી તેમજ ચંદનસિંહ જુઠાજી વિહોલ તેમજ મૂર્તિના દાતા ગુલાબસિંહ ચેલાજી સોલંકી અને પ્રકાશસિંહ જવાનજી સોલંકી (પી.એસ.આઇ.) પેપોળ સહિતેદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...