તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષી પૂનમે સિદ્ધપુરમાં શાકંભરી માતાના ધામે ભક્તોની ભીડ જામી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના સામા કિનારે આવેલ સુપ્રસિદ્ધ સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય દેવશંકર બાપાના આશ્રમમાં ભક્ત વત્સલા શ્રીશાકંભરી માતાજીની સ્વયંભૂ પ્રાગટય શક્તિપીઠ આવેલી છે જ્યાં શ્રધ્ધાળુઅો દર્શન અાદી માટે પધારી રહયા છે. હિન્દુ શાત્રોમાં ચાર નવરાત્રી પૈકી પોષ સુદ આઠમથી પોષી પૂનમ સુધી ગુપ્ત નવરાત્રી ગણાય છે. આ દિવસોમાં માતાજીના ભક્તો ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને આવી ધન્યતા અનુભવી હતી.

અા સ્થળે પૂ. દેવશંકર બાપાની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ માતાજીએ મહુડાના વૃક્ષને ચીરી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઈ પૂજ્ય બાપાને આશિર્વાદ આપ્યા હતા. શાકંભરી માતાજીના સ્થાનકથી સ્વર્ગ માત્ર અંગુલી જેટલું જ દૂર હોવાની માન્યતા છે. દુર્ગમ નામના અસુરને દેવોની શક્તિ વેદોમાં રહેલી હોઇ વેદોનો નાશ કરવા તપસ્યા કરીને બ્રહ્માજી પ્રસન્ન કર્યા અને વેદો તેને પ્રાપ્ત થાય તેવું વરદાન અાપતાં પૃથ્વી પરથી વેદ લુપ્ત થયા હતા.દૈત્યે ઈન્દ્રને હરાવી દીધા પછી વરસાદ પડતો બંધ થતાં ભીષણ દુષ્કાળ સર્જાયો હતો ત્યારે દેવોની સ્તુતીથી જગદંબાએ દેવો અને લોકોને રસથી ભરપૂર ફળો તેમજ શાકભાજી આપી તેમની ક્ષુધા શાંત કરી હતી .તેથી શાકંભરી કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો