તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષી પૂનમે બહુચરાજીમાં બહુચર મૈયાને શાકભાજીનો શણગાર,ઊંઝા અને શંખલપુરમાં અન્નકૂટ ભરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી : તીર્થધામ બહુચરાજીમાં શુક્રવારે પોષી પૂનમ નિમિત્તે હજારો ભક્તો બહુચર મૈયાના દર્શને ઊમટી પડયા હતા. પોષી પૂનમ શાકંભરી પૂનમ પણ કહેવાતી હોઇ બહુચર મૈયાનાં શાકંભરી સ્વરૂપનાં દર્શન થયાં હતાં. વહેલી સવારથી જ મંદિર માઈભક્તોની ઊભરાયું હતું. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ચરોતર પંથકમાંથી 25થી વધુ પગપાળા સંઘોએ મંદિરે ધજા અર્પણ કરી હતી. દિવભર માઇમંદિર બોલ માડી બહુચર, જય જય બહુચરના જયઘોષથી ગૂંજતું રહ્યું હતું. રાત્રે માતાજીની પરંપરાગત પાલખી પોલીસની ગાર્ડ ઓફ ઓનર સાથે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ઊંઝા
ઊંઝા : ઊંઝા-પાટણ હાઈવે પર સ્થિત અંબાજી મંદિરમાં પોષી પૂનમ શુક્રવારે ઊંઝા અંબાજી પગપાળા સંઘ દ્વારા પરંપરા મુજબ મા અંબાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.અન્નકૂટ પ્રસાદ સાંજે પ્રસાદ વહેંચાયો હતો.

શંખલપુર
બહુચરાજી : શંખલપુર ગામે બિરાજમાન બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીના 5200 વર્ષ પૌરાણિક સ્થાનકે શુક્રવારે પોષી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા. અહીં ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા માઈભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં 5 હજારથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. પૂનમ નિમિત્તે મંદિરને આકર્ષક ફૂલોથી શણગારાયું હતું તેમજ અન્નકૂટ ધરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો