તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષી પૂનમે ખેડબ્રહ્મામાં મા અંબિકાના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા| પોષી પૂનમ નિમિત્તે ખેડબ્રહ્મામાં શુક્રવારે મોટી સંખ્યામાં યાત્રાળુઅો દર્શને અાવ્યા હતા. સવારે જિલ્લા પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે માતાજીની આરતી કરાઇ હતી. ખેડબ્રહ્મા કોલેજના એન.સી.સી. વિદ્યાર્થીઓએ પરેડ કરી માતાજીને સલામી આપી હતી. સવારે માતાજીને શણગારેલ રથમાં બિરાજમાન કરી મદિર સંકુલમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજી માનિદ્ર ઉપર નવીન ધજા ચડાવીને આરતી ઉતારવામાં અાવી હતી અને આરતી મંડળ દ્વારા સવારે અને સાંજે કેક કાપી ઉજવણી કરાઇહતી. માં ના પ્રાગટ્ય દિવસ હોય અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને તથા ચાચર ચોકને દીવાથી શણગારાયો હતો. માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ, ટ્રસ્ટી પરસોત્તમદાસ પટેલ, પ્રવિણસિંહ સોલંકી, જયંતિભાઈ પટેલ, યોગેંદ્રસિંહ ચૌહાણ તથા મેનેજર ઘનશ્યામસિંહ રહેવર અને સ્ટાફ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ હતી.જતિન સુથાર

આણંદના ભક્તે માતાજીને 750 ગ્રામ અને 45હજારના ચાંદીના બે ત્રિશૂળ ભેટ આપ્યા
ખેડબ્રહ્મા માતાજીના મંદિરમાં અાણંદના ભક્ત નવનીતલાલ ચીમનલાલ સોનીના પરિવાર વર્ષોથે પૂનમે ખેડબ્રહ્મા માતાજીનાં દર્શને આવતા હતા અને તેમના બાદ તેમના પુત્રો નરેન્દ્રભાઈ અને પ્રમોદભાઈએ માતાજીની સેવા ચાલુ રાખી હતી. જેમને પૂનમના દિવસે માતાજીને બે ચાંદીના ત્રિશુળ 750 ગ્રામ કિંમત રૂ.45000 ના ભેટ અાપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો