તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરાની અપહ્યત મૃતક યુવતીના મોત પ્રકરણમાં મૃતકનું પીએમ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં કરાયું હતુ. આ કેસના તપાસ અધિકારી ડીવાયએસપી એસ.એસ.ગઢવીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ જણાવ્યું કે મૃતક યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી થયું છે.

સાયરા (અમરાપુર)ની યુવતી ના મોત પ્રકરણમાં ચાર શખ્સો સામે અપહરણ, દુષ્કર્મ હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. યુવતીની લાશને અમદાવાદની સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં પાંચ નિષ્ણાંત તબીબો દ્વારા પીએમ કરાયું હતુ અને ત્યારબાદ ગુરૂવારે મૃતક યુવતીની દફનવિધિ તેના વતન કરાઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં શુક્રવારે મોડી સાંજે પોલીસે પત્રકાર પરિષદ યોજી આ કેસના તપાસ અધિકારી ડીવાયએસપી એસ.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે મૃતકના પી.એમ રિપોર્ટ મુજબ તેનું મરણ ગળે ફાંસો ખાવાથી થયું છે. રિપોર્ટ મુજબ તેના શરીર ઉપર ફ્રેક્ચર કે મોટી ઇજા નથી. મૃતક ઉપર દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગે ફોરેન્સીક નમૂના લેવામાં આવ્યા છે.

તપાસ અધિકારી DYSP
બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો
બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખે આ ઘટના આ અંગે ટ્વિટ કરીને કહ્યું છે કે યુવતીનું અપહરણ ગેંગરેપ અને હત્યા કરી તેની લાશ ઝાડ પર લટકાવવામાં આવી હતી તે કયા ધર્મની હતી જે ભૂલી જાવ એ કઈ જાતિ ની હતી તે ભૂલી જાવ ફક્ત યાદ રાખો કે તે એક યુવાન છોકરી હતી જે આખા જીવનની આશા અને આકાંક્ષા સાથે આગળ વધી રહી હતી દોષીતોને જાહેરમાં લટકાવી દો. દિવ્યભાસ્કર એપ ઉપર પણ દુષ્કર્મ પ્રકરણમાં હજાર લોકો લાઈક કરી કહી રહ્યા છે કે ગુનેગારોને ફાંસીની સજા આપવી જોઈએ દિવ્યભાસ્કર એપ ઉપર ૭૫ હજારથી વધુ લોકોએ લાઈક કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.

રા. અ. જાતિ આયોગની ટીમે પીડિત પરિવારને 4.50 લાખની સહાય ચુકવી
રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના ડાયરેક્ટર રાજકુમાર અને તેમની ટીમે મોડાસા આવી હતી. સાયરાના (અમરાપુર) ગામે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મુલાકાત દરમિયાન સમગ્ર ઘટના અંગે પિડીત પરિવાર પાસે માહિતી મેળવી હતી. ટીમના ડાયરેક્ટર રાજકુમારની અધ્યક્ષતામાં પરિવારને રૂ. 4.50 લાખની સહાય ચૂકવાઈ હતી. બાદમાં આ ટીમે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર સાથે બેઠક યોજી સમગ્ર પ્રકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો