તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરમાં ભિક્ષુક જીવન વિતાવતા વ્યક્તિને પોલીસે નવડાવી ધોવડાવી સ્વચ્છ કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : સિધ્ધપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નવા વર્ષમાં એક માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વસ્થ કરી તેના વાળ-દાઢી કરાવી જુના અને ગંદા થઈ ગયેલા કપડાં કાઢી નવાં કપડાં પહેરાવીને સેવાકીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નામ પૂછતાં બહુ જ સમય લીધા બાદ તેણે પોતાનું નામ સ્ટીવન યુસુફ મેકવાન અને ગામનું નામ ઉત્તરસંડા (નડિયાદ) બાજુનો હોવાનું જણાવ્યું હતું. ઉંમર આશરે ૩૫ જેટલી છે. શરીરે પાતળા બાંધાનો છે. પોતાનું કહી શકાય એવું ગામમાં કોઈ નથી.તેને સુરક્ષીત સ્થળે રાખવાની વ્યવસ્થા પોલીસ દ્વારા વિચારાઇ રહી છે.હાલે દેશમાં ધર્મ અને જાતિની લડાઈઓ ચાલી રહી છે તેનાથી વિમુક્ત આ માણસ ક્રિશયન ધર્મી છે પણ ધર્મ કોઈપણ હોય પોલીસે પોતાનો માનવ ધર્મ નિભાવ્યો. પોલીસના આ નેક કામમાં વાળ કાપવા માટે પોલીસ સ્ટેશનની પાછળ દુકાન ધરાવતા ઈરશાદભાઈ પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો