તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરોલમાં યુવકે ફાંસો ખાતા પોલીસે સાસરિયાઓની પૂછપરછ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદના ઉંટવેલીયા ગામના યુવકની સસરાના ખેતરમાંથી ફાંસો ખાધેલી લાશ મળતાં પરિવારજનોએ તેના સાળાએ માર્યો હોવાના આક્ષેપ કરતાં સોમવારે પિયરીયાઓની હાજરીમાં મૃતક યુવકના સાસરીયાઓની પૂછપરછ કરાઇ હતી.

થરાદના ટેરોલ ગામે સસરાના ખેતરમાં શનિવારે રાત્રે ગળે ફાંસો ખાધેલી યુવકની લાશ મળી આવતાં મૃતકના પરિવારજનોએ તેના સગા સાળાએ હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા હતા.

રવિવારે પીએમ થયા બાદ મોડી સાંજે પરિવારે લાશ સ્વીકારી હતી અને પોલીસે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ મૃતકના પરિવારજનો હત્યા કરાઇ હોવાનો વહેમ હોવાથી સોમવારે બીજા દિવસે મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ સગા સ્નેહીજનો અને ગ્રામજનો પોલીસ મથકે ઉમટ્યા હતા અને મૃતક બેચરાજી ઠાકોરના સાળાએ હત્યા કરી હોવાના આક્ષેપો કરી સાસરિયાઓને પોલીસ મથકે લાવી મૃતકના પરિવારજનોની હાજરીમાં પૂછપરછ કરવા માંગ કરાઇ હતી અને સવારથી મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથકે ધામા નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો