તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ બાઇક ઉઠાવી જતાં ગુસ્સામાં ઇકો ચોરી, પાછળથી માફી માંગી પાછી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત સપ્તાહમાં ગુરુવારે ઇડર ખાતેથી ચોરી થયેલ ઇકો ઇડર ખેડબ્રહ્મા રોડ પર નાદરી પાટિયા નજીકથી ગામ જતા રસ્તા પરથી વાહનચોરોઅે માફી માંગતી ચીઠ્ઠી સાથે મળી અાવતા કાૈતૂક સર્જાયુ હતું.

ગુરૂવારના રોજ ઇડરના ઉમેદપુરાના મહેશભાઇ દેવચંદભાઇ પરમારની ઇકોનં. જી.જે-01-કે.અેચ-5238 દૂરદર્શન કેન્દ્રની સામેના ભાગમાંથી ચોરી થઇ ગઇ હતી.ગાડીમાં વાહનચોરોઅે હિન્દીમાં લેખેલ ચીઠ્ઠી મળી અાવી છે. જેમાં વાહનચોરોઅે માફી માગતા જણાવ્યુ છે કે અમારી બાઇક પોલીસ ઉઠાવી જતા અમને ગુસ્સો અાવ્યો હતો અેટલે અા ગાડીની ચોરી કરી હતી ગાડીમાં ગેસ અને પેટ્રોલ ખતમ થઇ ગયા છે જે અાગળ જઇ પૂરાવી લેજો. ગાડી ટ્રેક્ટરથી લાવી અહીં છોડી રહ્યા છીઅે માફ કરના નીચે તા. 11/04/19 લખેલ છે. સોમવાર ના રોજ સવારે બીનવારસી ઇકો કાર પડી હોવા અંગે મહેશભાઇ પરમારને ફોનથી જાણ કરવામાં અાવતા તેઅો અાવી પહોંચ્યા હતા અને વડાલી પોલીસની હદમાં ગાડી પડી હોઇ વડાલી પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.

ઇકોમાં હિન્દીમાં વાહનચોરોએ માફી માંગેલી ચિઠ્ઠી મૂકી
અન્ય સમાચારો પણ છે...