તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરમાં પરિણીતાના આપઘાત મામલે પોલીસે કાર્યવાહી ન કરતાં પ્રાંતને આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરમાં તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે પરિણીતાઅે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાના અાક્ષેપ સાથે પિયર પક્ષે પ્રાંત અધિકારીને અાવેદનપત્ર અાપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઇડર લક્ષ્મીનારયાણ સોસાયટીમાં રહેતા પૂનમભાઈ જેઠાભાઇ પરમારની પત્ની ભાવનાબેને તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે ગળે ફાસો ખાતા ભાવના બેનના પિયર પક્ષ વાળાઅોએ સાસરી પક્ષના 8 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસની આરોપીઓ સાથે મળી ગઈ છે અને ઈરાદાપૂર્વક આરોપીઓની ધરપકડ કરતી ન હોવાના અાક્ષેપો સાથે પ્રાંત અધિકારીને અાવેદન અાપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઅાત કરી હતી અને જો પોલીસ કાર્યવાહી નહી કરે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. } પરેશ પટેલ

ભોગ બનનાર પરિવારની આમરણાંત ઉપવાસની ચીમકી


અન્ય સમાચારો પણ છે...