તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં ખુલ્લેઆમ વેચાતાં દારૂથી લોકો ત્રસ્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ શહેરની ગોપીનાથ સોસાયટી ના ગેટ નંબર-૨ સુધી પહોંચી ગયેલા બુટલેગરો થી ત્રસ્ત સોસાયટીના રહીશોએ પોલીસને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થવાને કારણે રહીશો સમસમી ઉઠ્યા છે.

પ્રાંતિજમાં દેશી વિદેશી દારૂનો વેપલો કરનારને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે.પ્રાંતિજના હાર્દ સમાન ગોપીનાથ સોસાયટીના ગેટ નંબર-બે ના આગળના ભાગેજ નગરપાલિકાના નવીન બની રહેલ ટાઉન હોલ નજીક જાહેરમાં દેશી દારૂ નું ધુમ વેચાણ થઇ રહ્યું છે. ગોપીનાથ સોસાયટીના રહીશો દ્વારા અવાર-નવાર રજૂઆતો કરાઇ હોવા છતા પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. તદુઉપરાંત પ્રાંતિજની સર્વોદય કન્યા વિદ્યાલયને અડી ને જ દેશી દારૂનું વેચાણ પણ જાહેરમાં થઇ રહ્યું છે.

પ્રાંતિજના માવાપુરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ અસંખ્ય ભઠ્ઠીઓ જોવા મળે છે. પ્રાંતિજ સલાલ , સોનાસણ , કાટવાડ,તાજપુર,મજરા,ઘડકણ, દલપુર સહિતના વિસ્તારોમાં દેશી -દારૂ નું ધુમ વેચાણ થઇ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો