તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડાના ડાંગીયા રોડ પર પુરપાટ ઝડપે આવતા પીકઅપ ડાલાએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડાના ડાંગીયા રોડ પર પુરપાટ ઝડપે આવતા પીકઅપ ડાલાએ મોટર સાયકલને ટક્કર મારતાં ડાંગીયા ગામના 16 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જુવાનજોગ યુવકનું મોત થતાં તેના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.

ડાંગીયા રોડ પર ગુરુવારે સવારના અરસામાં આ માર્ગ પર પીકઅપ ડાલા નંબર આરજે-24-જીએ-2561 ના ચાલકે ડાંગીયા ગામે રહેતા મોટર સાયકલના ચાલક પ્રકાશભાઈ હીરાજી કડ (ઉં.વ.16)ને અડફેટે લેતા બાઇક ચાલક યુવાન રોડ પર ફંગોળાઇ ગયો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ થવાથી માર્ગ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધી પીકઅપ ડાલા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફેલાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...