તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ગઢવાલમાં માતાજીના મંદિરે પાટોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ : તલોદ તાલુકાના નવી ગઢવાલ ગામે ગુરૂવારે મહાકાળી માતાજીના મંદિરે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે હવનનું આયોજન કરાયું હતું. જેમાં વિનુભાઈ મંગળભાઈ પટેલ પૂજા વિધિના યજમાન તરીકે લાભ લીધો હતો. મહારાજ અશ્વિનભાઈ કે વ્યાસ દ્વારા પૂજા વિધી અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા હવન પૂર્ણ કર્યા બાદ સમગ્ર ગ્રામજનો અને આવેલ ભાવિક ભક્તો સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...