તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારિજમાં કૉંગ્રેસની જનક્રાંતિ સભાને સંબોધતાં પાટીદાર આંદોલન પ્રણેતા હાર્દિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજમાં કૉંગ્રેસની જનક્રાંતિ સભાને સંબોધતાં પાટીદાર આંદોલન પ્રણેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવા સાથે હારિજમાં રેલ્વે લાઈન લાવી મહેસાણાથી રાધનપુરને જોડી દેવાનું વચન આપ્યું હતું. તેણે કહયું કે હાલની સરકાર રેલવે લાઈન લાવી નહી ઉલટાના પાટા ઉખેડી વેચી મરાયા. યુવાનો માટે રોજગારી મેળવવા વારંવાર રજૂઆતો કરવા છતા વિસ્તારમાં જીઆઇડીસી પણ સરકાર લાવી શકી નથી. આ ઉપરાંત રાત્રે બાલસીણામાં યોજાયેલી સભામાં ભાજપ ચોર છે મતદાનના દિવસે ધ્યાન રાખજો ઈવીએમ ગાયબ કરી ન નાખે તેમ કહી પ્રહાર કર્યા હતા.

હારિજ ખાતે નાઇ સમાજની વાડીમાં જનક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે કહયું કે ભાજપ સરકારના રાજમાં ખેડૂતો માટે પાણીના સંગ્રહ માટે ડેમ કે તળાવ જેવી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. 25 વર્ષનો છોકરો ખેડૂતો ,વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરતો હોય તેને જેલ મોકલી દેવામા આવે છે. ખેડૂતો નહિ બચે તો રોટલો ક્યાંથી લાવીશું.હાર્દિકે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર જણાવ્યું કે ખુદને સન્માન નથી મળતું તેમ કહી સન્માનના નામે સમાજને ગુમરાહ કરવા નીકળ્યાં છે. રાત્રે બાલીસણામાં યોજાયેલી સભામાં ભાજપ પર પ્રહાર કર્યો હતા.

અન્ય સમાચારો પણ છે...