તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં પાલિકા દ્વારા બીજા દિવસે 100થી વધુ લારી,ગલ્લા,કેબિનો હટાવાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરમાં નગરપાલિકા દ્વારા શુક્રવારે બપોર પછી એસ.ટી.સ્ટેન્ડથી પટણી દરવાજા સુધીના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 100 જેટલા લારી-ગલ્લા-કેબિનો હટાવી દેવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે પાલિકા દ્વારા હાઇવે ચાર રસ્તાથી પટણી દરવાજા સુધીના જાહેરમાર્ગના 20 દબાણો હટાવવાનું શરુ કરી હાઇવે ચાર રસ્તાથી એસ.ટી.સ્ટેન્ડ સુધીના દબાણો હટાવ્યા હતા. શુક્રવારે બપોર પછી એસ.ટી.સ્ટેન્ડથી પટણી દરવાજા સુધીના રસ્તાને ખુલ્લો કરાયો હતો.

ગુરુવારે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતાં લારી-ગલ્લા- કેબિનોધારકોએ પાલિકાના નવા આવેલા ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કીડીયાતરની મુલાકાત લઈને ગરીબ લોકોની રોજીરોટી છીનવાઈ રહી હોવાની રજુઆત કરી હતી,પરંતુ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોવાનું જણાવતા મામલો ત્યાંજ અટકી ગયો હતો. જો કે લારી-ગલ્લા-કેબિનોધારકોએ પાકી દુકાનોના ઓટલા અને ગેરકાયદેસર દબાણો રહી ન જાય એ રીતે દબાણ હટાવાય તેવો સૃૂર વ્યકત કર્યો હતો.

પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસરની સૂચનાથી હવે દુકાનોના પાકા દબાણો પણ હટાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો