તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી થરાદ પંથકમાંથી પસાર થવાની બાતમીને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી થરાદ પંથકમાંથી પસાર થવાની બાતમીને આધારે પોલીસે સવપુરા ગામ નજીક વોચ ગોઠવી કોંગ્રેસ પક્ષનો ખેસ લગાવેલા પીકઅપ ડાલાને રોકી ચાલકની અટકાયત કરી 1.82 લાખના દારૂ સહિત કુલ 4.82 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

થરાદ પાલીસે સવપુરા ગામ નજીક નાકાબંધી કરી ઊભા હતા.ત્યારે બાતમી મુજબનુ નંબર પ્લેટ વગરનું પીકપ ડાલુ આવતા તેને રોકાવી ચાલકની અટકાયત કરી રૂ.1.82.400 લાખની કિંમતની 1824 બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે ગાડી ચાલક લક્ષ્મણભાઈ ભગવાનભાઈ વિશ્નોઇને ઝડપી પૂછપરછ કરતા સાચોરના પૂનમારામ વિશ્નોઇએ ગાડીમાં દારૂ ભરાવેલને રાધનપુરના ગુડી નામના શખ્સને દારૂ આપવાનો હોવાનું કબુલતા પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી મોબાઇલ સહીત મુદ્દામાલ મળી કુલ રૂ.4,82,800નો મુદ્દામાલ કબજે કરી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે કોંગ્રેસનો ખેસ લગાવેલી હાલતમાં ડાલુ મળી આવતા અનેક ચર્ચાઓ થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો