તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરીયાળીની આડમાં અફીણની ખેતી: ખેડૂતની અટકાયત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

થરાદના તાલુકાના કરબૂણમાં વરીયાળીના ખેતર વચ્ચે 5 હજાર છોડ અફીણના વાવી ખેતી કરાઇ રહી હોવાની પોલીસને બાતમી મળતા ગુરુવારે પાક જપ્ત કરી ખેડૂતની અટકાયત કરાઈ છે. થરાદના ખાનપુર, લેડાઉ બાદ કરબૂણ ગામથી અફીણના ડોડાની ખેતી ઝડપાઈ છે.

થરાદ તાલુકાના કરબૂણ ગામની સીમમાં આવેલ ખેતરમાં શિયાળુ સિઝનના રવિ પાકમાં વરીયાળીના વાવેતરની આડમાં અફીણ ડોડાના 5 હજાર છોડનું વાવેતર કરાયું હતું. જે મામલાની થરાદ પોલીસને બાતમી મળતાં એસ.ઓ.જી.તેમજ થરાદ પોલીસે ગુરુવારે રેડ કરતા અફીણ ડોડાનું વાવેતર મળી આવ્યુ હતું. મામલાની જાણ પાલનપુર એફએસએલ ટીમને કરવામાં આવી હતી. જે ઘટનાસ્થળે આવી નમૂના એકઠા કરી ખેતર અફીણનું જ હોવાનું પુરવાર કર્યું હતું. જે બાદ જપ્તિની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આમ થરાદના ખાનપુર ગામે 3 માર્ચ-2017 ના વર્ષમાં વરિયાળી-રજકાના વાવેતરની આડસમાં કરેલા અફીણની ખેતી ઝડપી માવજીભાઈ નશાભાઈ પ્રજાપતિ તેમજ 2019 ના વર્ષમાં લેંડાઉ ગામની સીમ ખેતરમાં ઘઉંની આડસમાં કરેલા અફીણ ડોડાનું વાવેતર ઝડપી ધેગાભાઈ કાળાભાઈ પોચલ ઝડપાયા હતા. ત્યારબાદ આ વર્ષે તાલુકામાં ત્રીજી વખત અફીણનું વાવેતર ઝડપાતા પંથકમાં ચકચાર મચી છે.

અફીણના છોડમાં ડૂડાજ મહત્વના

રૂ.12,73,200ના મુદ્દામાલ સાથે ખેતર માલિક સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી કરાઈ

થરાદના કરબૂણ ગામનો ખેડૂત વરીયાળીના ખેતર વચ્ચે અફીણ ડોડાના 5 હજાર છોડ વાવી ખેતી કરતો હતો

_photocaption_ખેતર માલિક કરશનભાઈ નરસેંગજી ઉર્ફે નશાજી રાઠોડ(માથે પાધડી)ની અટકાયત*photocaption*

કરબૂણમાં વરીયાળીના ખેતર વચ્ચે વાવેલા અફીણના 5 હજાર છોડ જપ્ત કરી પોલીસે ખેડૂતની અટકાયત કરાઈ છે.

127.890 કિલોગ્રામ જથ્થો કબ્જે

એસઓજી પોલીસે જણાવ્યું હતું કે \\\"અફીણ ડોડા વાવેતરના 5 હજાર છોડ 127.890 કિલોગ્રામ જથ્થો (કિંમત રૂ.12,73,200) ના મુદ્દામાલ સાથે ખેતર માલિક કરશનભાઈ નરસેંગજી ઉર્ફે નશાજી રાઠોડ (રહે.કરબુણ,તા.થરાદ)ને ઝડપી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડુડામાં ચીરા પાડી રસ બહાર કાઢવામાં આવે છે જે રસને અફીણ તરીકે ઓળખવામાં આવે છે. પાક પર લહેરાતા ડુંડા જ નશીલા પદાર્થ તરીકે ઓળખાય છે જ્યારે તેના છોડનું અન્ય કોઈ ઉપજ નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો