તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર આવેલ હોટલ નજીક ખુલ્લી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર આવેલ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં કાચુ દિવેલા તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઇવરો સાથે મીલીભગત કરી દિવેલા તેલ કાઢવાના કૌભાંડનો તાલુકા પોલીસે પર્દાફાશ કરી 35315 લીટર દિવેલા તેલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે 41.64 લાખનું કાચુ દિવેલા તેલ, ટેન્કર,મીનીવાન સહિત 53.76 લાખનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસનો સ્ટાફ મંગળવારે રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ભાન્ડુ હાઇવે ઉપર આવેલ મરૂઘર હોટલ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં ટેન્કરોમાંથી કાચુ દિવેલા તેલ કાઢી બારોબારીયું કરાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી.આઇ.પી.કે.પ્રજાપતિ, એએસઆઇ રણજીતસિંહ, પોકો વનવીરસિંહ સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઇ રેડ કરતાં ઘટના સ્થળે હાજર શખ્સો પૈકી ત્રણ શખ્સો પકડાઇ ગયા હતા જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી ટેન્કરમાં ભરેલ 35170 લીટર કાચુ દિવેલા, મીકસીમો મીનીવાન નં. જી.જે.02.ડબલ્યું.1520માંથી પ્લાસ્ટીકની 10 ડોલોમાં ભરેલ 145 લીટર કાચુ દિવેલા મળી 41,64,560 રૂપિયાનું 35,315 લીટર કાચુ દિવેલા, ટેન્કર, મીનીવાન, મોબાઇલ ફોન અને 100 રૂપિયા રોકડ મળી 53,76,660નો મુદ્દામાલ કબજે લઇ ત્રણ શખ્સોની ધરપકડ કરી પો.કો.વનવીરસિંહે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...