તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામે ઉમેશ્વરી સર્વ વિદ્યાલયમાં રવિવારે ઓએનજીસી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામે ઉમેશ્વરી સર્વ વિદ્યાલયમાં રવિવારે ઓએનજીસી અને હેલ્પેજ ઇન્ડિયાના સહયોગથી વરિષ્ઠજન સ્વાસ્થ્ય સેવા અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ચડાસણા તેમજ આસપાસના 10થી વધુ ગામોના 368 દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે 37 દર્દીઓને મોતિયો જણાતાં વિનામૂલ્યે નેત્રમણિ મૂકી આપવામાં આવશે.

હેલ્પેજ ઇન્ડિયાના સ્ટેટ કો-અો. જીવણખાન બેહલિમે જણાવ્યું કે, કેમ્પમાં દર્દીઓને આંખની તપાસ બાદ 200 દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરાયું હતું. મોતિયાના દર્દીઓને દસ્ક્રોઇ સ્થિત નવલભાઇ અને હિરાબા આંખની હોસ્પિટલમાં લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી અપાશે. કેમ્પને પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ પટેલે ખુલ્લો મુક્યો હતો.દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી. ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતે કેમ્પની મુલાકાત લઇ ગ્રામીણ વિસ્તારના લોકો માટે આવા કેમ્પ આશીર્વાદરૂપ ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો