તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર હાઇવે ઉપર બુધવારની બપોરે રોડ ઉપર ઉભેલા એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર હાઇવે ઉપર બુધવારની બપોરે રોડ ઉપર ઉભેલા એક આધેડને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા પલટી ખાતા એક મહિલા ઘાયલ થઇ હતી.

ભાભરના સુઇગામ હાઇવે ઉપર રાધે સ્કૂલ પાસે બુધવારના બપોરે હાઇવે ઉપરના એક ખેતરમાં ખેતમજૂર ભાગીયા તરીકે રહેતા ભાભર તાલુકાના માનપુરા ગામના મેલાભાઈ સગતાભાઈ ઠાકોર (ઉં.વ.આ.50) રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે સુઇગામ હાઈવે ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલ રિક્ષાના ચાલકે કાબુ ગુમાવતા આ આધેડને અડફેટમાં લીધા હતા. જેથી મેલાભાઇ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ રિક્ષા પલટી ખાઇ જતાં રિક્ષામાં બેઠેલ રાણીબેન મફાજી ઠાકોરને સામાન્ય ઇજાઓ થઈ હતી. ખાનગી વાહન દ્વારા બંને ઘાયલોને સી.એચ.સી. ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મેલાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોઇ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના સગાએ ભાભર પોલીસને જાણ કરી હતી. સી.એચ.સી. ખાતે લાશનું પીએમ કરી લાશ વાલીવારસોને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...