તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢ નજીક શનિવારે સવારે સર્જાયેલા વધુ બે અકસ્માતોમાં એકનું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ નજીક શનિવારે સવારે સર્જાયેલા વધુ બે અકસ્માતોમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે બે વ્યક્તિને ઈજાઓ થઈ છે. જોકે કપાસિયા નજીક સર્જાયેલ અકસ્માતમાં બે જણનો આબાદ બચાવ થયો છે.

અમીરગઢ નજીકની શનિવારે વહેલી સવારે રાજસ્થાન બોર્ડર પાસે ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને આબુરોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે હરિયાણાના ઇજાગ્રસ્ત યાકુબભાઇનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ હોવાના અહેવાલો મળ્યા છે. આબુરોડની રીક્કો પોલીસે ક્રેઇન દ્વારા સાધનોને રસ્તા વચ્ચેથી હટાવી ટ્રાફિકખૂલ્લો કરાયો હતો.

અકસ્માતની અન્ય એક ઘટનામાં અમીરગઢ તાલુકાના કપાસિયા ઘાંટા નજીક ક્રેન લઈને જતી ટ્રક ઘાંટા પર ચડતી વખતે પાછી પડી જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં ટ્રક ચાલક અને ખલાસીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...