તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજી-ગોધરા હાઇવે પર નીલગાય કાર સાથે ટકરાતાં કારસવાર એકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજી- ગોધરા હાઇવે પર વહેલી સવારે રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં કાર અને નીલગાય વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં રાજસ્થાન લગ્નમાં જઇ રહેલા જૈનપરિવારના મોભીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની ટક્કરથી નીલગાય ફંગોળાઇને મોતને ભેટી હતી.

મૂળ રાજસ્થાનના અને નવસારી ખાતે રહેતા ભંવરલાલ જૈન રાજસ્થાન ખાતે પોતાના સાળાને ત્યાં 26મીને મંગળવારે લગ્ન હોવાથી પરિવાર સાથે તેઓ લગ્નમાં જવા નીકળ્યા હતા.તેમની કાર નંબર હુંડાઇ-20 જીજે21 સીએ3701 શામળાજી -ગોધરા હાઇવે પર આવેલા મોડાસા તાલુકાના ઝાલોદર પાસેથી રવિવારની વહેલી સવારે પસાર થઇ રહી હતી. દરમ્યાન અચાનક કાર આગળ નીલગાય ધસી આવતાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી નીલગાયને ટકરાઇને રસ્તા પર ખાબકી હતી. આ અકસ્માત કારમાં સવારી કરી રહેલ ભંવરલાલ વકતારામ જૈન ઉ.વ.60ને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં મુસાફરી કરતા મનહર બેનના બંન્ને હાથે ફેકચર થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રકાશભાઇ વકતારામ જૈન રહે.સુરત મોડાસા ખાતે દોડી આવ્યા હતા અને કાર ચાલક જીતેન્દ્ર ભંવરલાલ જૈન વિરુદ્ધ મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો