Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધનસુરા-વડાગામ રોડ પર વાહનની ટક્કરે એકનું મોત
ધનસુરા વડાગામ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં માલપુર તાલુકાના નાનાવાડા યુવાનને ગંભીર ઈજાઓ પહોચતાં મોત થયું હતું.
માલપુર તાલુકાના નાનાવાડા ગામમાં નવી વસાહતમાં રહેતાં ઈન્દુભાઈ ઉર્ફે બકાભાઈ દેવાભાઈ ભરવાડ ઉંમર-૩૮ વર્ષ તા : 10,03,2020ના રોજ બાઈક ( GJ-31-F-5132) લઈને પોતાના કામ માટે બહાર ગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓ વડાગામ થી ધનસુરા તરફ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ 108 દ્વારા તેમને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું.જેને લઈ અરજણભાઈ દેવાભાઈ ભરવાડ રહે. નવી વસાહત નાનાવાડા તાલુકો-માલપુરએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માલપુરના નાનાવાડાના યુવાન બાઈક પર જતા હતા