એક સમયે વડનગરનું ગંજબજાર ખેતપેદાશોની આવકથી ધમધમતું હતું. સમય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક સમયે વડનગરનું ગંજબજાર ખેતપેદાશોની આવકથી ધમધમતું હતું. સમય જતાં સુષુપ્ત અવસ્થાએ ગંજબજાર બંધ પડ્યું છે. જેને ફરી શરૂ કરવાની જાહેરાત ગત 8 ઓક્ટોબર 2017 માં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.પરંતુ હજુ ઈંટ પણ મુકાઈ નથી.જેને લઈ વેપારીઓમાં રોષની લાગણી છવાઈ છે.

વડનગરમાં 8 ઓક્ટોબર 2017 માં માદરે વતનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરમાં ટૂંક સમયમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે દોઢ વરસ વીતી ગયું પણ હજુ સુધી જમીન પણ ખરીદી કરાઈ નથી કે ઇંટ પણ મુકાઈ નથી.વડનગરનું માર્કેટયાર્ડ વર્ષોથી બંધ છે.પહેલા આસપાસના 80 ગામના ખેડૂતો અહીં ખેતપેદાશો લાવતા હતા.ધીરેધીરે કથળતા વહીવટને લઈ બંધ થઈ જતાં વેપારીઓ પણ બેકાર બન્યા.ત્યારે મુખ્યમંત્રીની જાહેરાતને લઈ વેપારીઓ અને ખેડૂતોને આશા બંધાઈ હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.તંત્ર દ્વારા સ્વામિનારાયણ સર્કલ સામે જ માર્કેટયાર્ડ બનાવવા અગાઉ જમીન ખરીદવા માંગ કરવામાં આવી છે.તેને લઈને પણ અનેક તર્કવિર્તક ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...