તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીમા મંગળવારે સાંજે અચાનક આવેલ કમોસમી વાવાઝોડાથી ખેડૂતોને ખેતીમા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીમા મંગળવારે સાંજે અચાનક આવેલ કમોસમી વાવાઝોડાથી ખેડૂતોને ખેતીમા ખૂબજ નુકસાન થયુ છે. તાલુકાના નંદાસણ,સૂરજ અને ખાખરીયા ટપ્પા સહિતના ખેડૂતોના ખેતીના પાકોમા વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.

કડીના અલદેસણ,સરસાવ,ઉટવા,ખેરપુર,જાસલપુર સહિતના ગામોમા વાવાઝોડાના કારણે વર્ષો જુના લીંબુની આવક આપતા છોડ જડમૂળથી ઉખડી ગયા છે.તેમજ ઉભા છોડના તમામ લીંબુ ખરી પડ્યા છે.એક છોડ નીચે અંદાજે 10 થી 20 કિ.ગ્રા લીંબુ નીચે ખરી પડ્યા છે.વાવાઝોડા અગાઉ લીંબુનો ભાવ એક હજારથી લઈ સારા માલના અગિયાર સો સુધી નો ભાવ મળતો હતો.વાવાઝોડાને કારણે લીંબુ ખરી પડતા માત્ર અલદેસણ ગામમા જ બુધવારે 20 ટન લીંબુ ની આવકને કારણે લીંબુનો ભાવ કકડભૂસ થઈ ગયો હતો.એક મણ લીંબુ રૂ.300 મા પણ કોઈ વેપારી લેવા તૈયાર ન થતા લીંબુ ની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઈ હોવાનુ અલદેસણના અગ્રણી ખેડૂત પ્રવિણ પ્રહલાદભાઈ પટેલે જણાવ્યુ હતુ.વધુમા તેમણે વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકશાન થયેલુ હોઈ તાત્કાલિક નુકશાની અંગેનો સર્વે કરી સરકારમા અહેવાલ મોકલી આપી ખેડૂતોને વધુમા વધુ વળતર ચુકવવાની ઉગ્ર માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...