તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજના રણછોડપુરામાં ત્રીજા દિવસે પણ વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજના રણછોડપુરા ખાતે શાળાના તાળાં તો ખુલ્યાં પણ શાળામાં બાળકો ના આવતાં હાલ તો આ શાળા બાળકો વિહોણી બની છે.

પ્રાંતિજના રણછોડપુરા ગામે શિક્ષિકાની બદલીને લઈને નવ મહિના બાદ ગામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને શાળામાં પુન: તાળાંબધી કરી હતી પણ શાળાની શિક્ષિકાઓ દ્વારા વાલીઓ તથા ગ્રામજનોને પોલિસ ફરીયાદની ધમકી આપતાં અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો તથા વાલીઓ વિરૂધ્ધ અરજી આપતાં શાળાનાં તાળાં તો ખુલ્યાં પણ ગ્રામજનો તથા વાલીઓ શિક્ષિકા સંગીતાબેન પટેલની બદલીની માંગણીને લઈને પોતાનાં બાળકોને શાળામાં મોકલતાં નથી ત્યારે આ માસુમ બાળકો પીસાઈ રહ્યાં છે. બીજી તરફ વાલીઓ અને ગ્રામજનો હિંમતનગર ખાતે જિલ્લા શિક્ષણાઅધિકારીને મળ્યા પણ શિક્ષિકાની બદલી નહી કરવાની કહેતાં વાલીઓ પણ હાલતો હઠ લઈને બેઠા છે કે ગમે તે થાય પણ આ શિક્ષિકા બેન અમારે જોઈએ નહી અને છેલ્લાં ત્રણ દિવસથી પોતાના બાળકોને શાળામાં મોકલતાં નથી. બીજી બાજુ ગ્રામજનો ગાંધીનગર સુધી લાંબા થવાનું નક્કી ક્યું છે અને નિયામકને મળવા જવાના છે તેવું રણછોડ પુરા ગ્રામના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું ત્યારે હાલતો પરીક્ષાઓ માથે ચડી ને આવે છે અને બીજી બાજુ જિલ્લા શિક્ષણ તંત્ર અને ગ્રામજનોની પકળ વચ્ચે બાળકોના અભ્યાસ અને ભાવી ઉપર માઠી અસર પડે તો નવાઈ નહી ત્યારે હવે જોવું એ રહ્યું કે ગાંધીનગર નિયામક દ્વારા શું નિર્ણય લેવાશે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો