ધાનેરા ખાતે ટેકાના ભાવે રાયડાની ઓનલાઇન ખરીદીમાં ફોર્મ ભરવામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા ખાતે ટેકાના ભાવે રાયડાની ઓનલાઇન ખરીદીમાં ફોર્મ ભરવામાં ગોટાળા થતાં હોવાનું કિસાન સંઘ દ્વારા આક્ષેપો સાથે 6 મુદ્દાને લગતું ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા ધાનેરા પ્રાંત અધિકારી અને ધાનેરા મામલતદારને બુધવારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ધાનેરામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રાયડાની ખરીદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને 1 એપ્રિલથી ઓનલાઇન નોંધણીની કામગીરી ધાનેરા ખાતે આવેલા પુરવઠા કચેરીના ગોડાઉનમાં કરવામાં આવી છે. જેમાં ઓનલાઇન ખરીદીમાં ફોર્મ ભરવામાં ગોટાળા થતાં હોવાનું કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઇ હતી. લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે, ધાનેરામાં 1 એપ્રિલથી આજ સુધીમાં 150 જેટલા ઓનલાઇન ફોર્મનું રજીસ્ટ્રેશન થયું છે. તેમાંથી 70 જેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન તેમના મળતિયા દ્વારા કચેરીના બહાર ગુપ્ત જગ્યાએ ઓનલાઇન પાસવર્ડ આપીને કરવામાં આવ્યું છે. અને રાયડાની ખરીદીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ખોટા કરીને ગેરરીતી આચરીને ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. જેથી ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા ધાનેરા પ્રાંત અધિકારી અને ધાનેરા મામલતદારને બુધવારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મામલતદારે આ આવેદનપત્ર ઉપલી કચેરીમાં જલ્દીથી મોકલી આપવામાં આવશે તેવું ભારતીય કિસાન સંઘ ધાનેરાને જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...