તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં ચાંલ્લા પેટે મળેલા રૂ.11 હજાર દીકરીના પિતાને પરત કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં વસતા રાજપૂત સમાજ જાગીરદારોમાં વર્ષોથી કેટલાક કુરિવાજો ચાલ્યા આવ્યા છે. જેમાં લગ્ન પ્રસંગમાં દીકરીના પિતાએ કરિયાવર ઉપરાંત વરરાજાને ચાંદલા પેટે ફરજિયાત રોકડ રૂપિયા આપવા પડે છે. જેના કારણે ગરીબ પરિવારોને દીકરી પરણાવી મુશ્કેલ બને છે. સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલ આવા કુરિવાજોને દુર કરવા યુવા વર્ગ અને બુદ્ધિજીવી વડીલો આગળ આવી રહ્યા છે.

ભાભરથી શિહોરી મુકામે જાન આવેલ છે. તેમાં દીકરીના પિતાએ વરરાજાને ચાંદલા પેટે રોકડ રૂ.11,111 આપ્યા હતા. સમાજના રિવાજ મુજબ નક્કી થયેલ ચાંદલો આપેલ પરંતુ આવા કુરિવાજને દુર કરવા ભાભરથી દીકરાની જાન લઇને આવેલ બાલુભા દાનસિંહ રાઠોડએ સમાજના રિવાજ મુજબ સુકનના રૂપિયા રૂ. 11 લઇને દીકરીના પિતા પૂનમસિંહ મોઘસિંહ ડાભીને રૂ.11,100 પરત કરી સમાજમાં એક પ્રેરણાદાયક દાખલો બેસાડ્યો છે. પરંતુ હવે આવા કુરિવાજો દૂર કરવા નવો ચીલો કર્યો છે. જેમાં લગ્નમાં દીકરીના પિતા તરફથી આપવામાં આવતા રોકડ રકમ દીકરાના પિતા પરત આપતાં પ્રેરણાદાયક કિસ્સો વધી રહ્યો છે. જે સમાજ માટે ઉજળું ભવિષ્ય દેખાતા રાજપુત જાગીરદાર સમાજમાં હર્ષની લાગણી જન્મી છે. ભાભરના જાગીરદાર સમાજમાં લગ્નનો ચાંદલો ન લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે. જે સમાજ માટે પ્રેરણાદાયી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો