તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા, સ્ત્રી-પુરુષોની એક જ લાઈનથી ક્ષોભજનક સ્થિતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી મામલતદાર કચેરીમાં અરજદારોને તડકામાં ઊભા રહેવું ન પડે તે માટે મંડપ તો બાંધ્યો પણ તે ખુલ્લો જ હોઇ પરેશાની યથાવત રહી છે.

કડી જનસેવા કેન્દ્રમાં આવક, જાતિના દાખલા અને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી માટે આવતા અરજદારોને આકરી ગરમીમાં ખુલ્લા આકાશ નીચે લાઈનમાં કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડતી હતી. પાણી અને પંખાની સુવિધા પણ ન હોવાનું ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના ધ્યાને આવતાં તેમણે અધિકારીઓને છાંયડો, પાણી, પંખા સહિતની સુવિધા તાત્કાલિક કરવા સૂચના આપી હતી. તેમ છતાં દશ દિવસ બાદ પણ સ્થિતિ જૈસે થે છે. જનસેવા કેન્દ્ર પાસે મંડપ બાંધવા થાંભલા ઊભા કરાયા છે. પણ તે ખુલ્લો જ હોઇ અરજદારોએ ગરમીમાં સેકાવું પડી રહ્યું છે. મહિલાઓ અને પુરુષોની એક જ લાઈન હોઇ મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં લાઈનમાં ઊભા રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...