70 હોમગાર્ડ જવાનો પૈકી 5 ને ફરજનો હુકમ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકાના આંતરસુંબા આશ્રમ સ્થિત સબહોમગાર્ડ કચેરી ફરજ બજાવતા 70 જવાનો પૈકી માત્ર 5 હોમગાર્ડ જવાનોને ફરજનો હુકમ કરાયો છે. જેમાં 65 જવાનો ફરજથી વંચિત રહેતા હોઈ 6 નવીન પોઇન્ટ પર અન્ય હોમગાર્ડ જવાનોને ફરજની નિમણુંક આપવા ધારાસભ્ય સમક્ષ માંગ કરાઇ છે.

આ અંગે આંતરસુંબા સબહોમગાર્ડ કચેરી દ્વારા ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલને કરવામાં આવેલી રજૂઆત અનુસાર આંતરસુંબા આશ્રમ સબહોમગાર્ડ કચેરી ફરજ બજાવતા 70 જવાનો પૈકી માત્ર 5 હોમગાર્ડ જવાનોને ફરજનો હુકમ કરાયો છે જેમાં 65 જવાનો ફરજથી વંચિત રહેતા હોઈ 6 નવીન પોઇન્ટ નીલકંઠ મહાદેવ જામણીયા, પરોસડા પંચાયત, ટોલડુંગરી બસસ્ટેશન, શારણેશ્વર મંદિર, વિરેશ્વર મહાદેવ, પોળો ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સાઈટ, કાલવણ પોઇન્ટ પર વધુ હોમગાર્ડ જવાનોને ફરજની નિમણુંક આપવા માગ કરાઇ છે.

નવીન 6 પોઇન્ટ પર ફરજ આપવા ધારાસભ્યને રજૂઆત


આંતરસુંબા સબહોમગાર્ડ કચેરીના


અન્ય સમાચારો પણ છે...