Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજાપુર પાલિકાની 35 બાકીદારોને Rs.14.82 લાખ ભરવા નોટિસ
વિજાપુર નગરપાલિકાએ 35 વેરા બાકીદારો પાસેથી રૂ.14.82 લાખની વસુલાત માટે આખરી નોટિસ ફટકારી છે. જેમાં બાકીદારોને નિયત સમયમાં વેરો નહિ ભરો તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે વધુ 200 બાકીદારોને નોટિસ ફટકારવાની તૈયારી શરૂ કરી છે.
વિજાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું કે, ચાલુ સાલે બાકી ટેક્ષ વસુલાત માટે પાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે જઈ રૂ. 4,85,927ની વસુલાત કરી હતી. રૂ.14,82,206નો ટેક્ષ ભરપાઈ ન કરતાં 35 બાકીદારોને આખરી નોટિસ ફટકારવામાં આવી છે. જે મુજબ તેઓ નિયત સમયમાં ટેક્ષ નહિ ભરે તો તેમની મિલકતો સીલ કરી દેવાશે.
ઉપરાંત, 200 જેટલા ચાલુ વર્ષના બાકીદારોને નોટિસ આપવાની તૈયારી પાલિકાએ કરી છે. આ સાથે ગત વર્ષે જે બાકીદારોના નળ કનેક્શન કાપ્યા હતા તેમની પણ તપાસ શરૂ કરાશે. 200 બાકીદારોને નોટિસ આપ્યા બાદ નિયત સમયમાં ટેક્ષ નહીં ભરે તો તેમનું નળ કનેક્શન કાપી લેવામાં આવશે. વિજાપુર નગરપાલિકાની આ નોટિસથી બાકી વેરાદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.