તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ. 2 માર્ચથી વાદળછાયું, 3 માર્ચે બ.કાં, સા.કાં.માં માવઠું થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં મંગળવારે માવઠા બાદ બુધવારે આંશીક વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 માર્ચ સુધીના બે દિવસ ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય રહેશે. આ દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ જોવા મળશે. ત્યાર બાદ તા.2 માર્ચે ઉત્તર ગુજરાત ફરી એકવાર વાદળછાયું બનશે અને તા.3 માર્ચના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 29.0(-3.0) 15.5(-1.6)

પાટણ 28.8(-3.1) 15.1(-1.7)

ડીસા 28.6(-0.5) 14.4(-1.8)

ઇડર 29.0(-1.0) 14.6(-3.4)

મોડાસા 28.9(-2.8) 15.3(-2.2)

માવઠા બાદ હવે પાક નુકશાનનો સરવે કરાશે
ઉત્તર ગુજરાતમાં મંગળવારે થયેલા માવઠાંના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પાંચેય જિલ્લાના ખેતીવાડી વિભાગને પોતપોતાના વિસ્તારમાં માવઠાંના કારણે કયા પાકને કેટલું નુકશાન થયું છે તેનો સરવે કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો